પાટણ, 20 જૂન (હિ.સ.) : દેત્રોજ ખાતે દહેજ પીડનનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીતાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ દહેજની માંગણી કરી હતી અને તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો.
ફરિયાદમાં અર્જુનસિંહ બાબુભા ઝાલા, બાબુભા ચેલસંગ ઝાલા, પુષ્પાબેન બાબુભા ઝાલા અને કુલદીપ બાબુભા ઝાલાનું નામ સમાવિષ્ટ છે. તેઓ બધાં દેત્રોજના ગુંજાલા, જોમાણી પાટીના રહેવાસી છે. પતિએ ફરીયાદીને મારઝૂડ કરી અને ગાળો બોલી હતી, જ્યારે સાસુ-સસરાએ વારંવાર તેને ત્રાસ આપ્યો હતો.
ફરિયાદી મુજબ, આરોપીઓએ કરિયાવરમાં મળેલા સોના-ચાંદીના દાગીનાં પરત આપ્યા નહોતા અને ફરીયાદી તથા તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ અને સસરા પિયરમાં જઈ ફરીયાદી અને સાક્ષીને પણ માર મારી ધમકાવ્યા હતા.
પોલીસે આ મામલે IPC કલમ 85, 115(1), 351(3), 296(B), 54 તથા 634 પ્રતિબંધક ધારા કલમ 4 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર