પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. વનાસણથી ડીસા તરફ જતી ઈકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો તીવ્ર હતો કે ટ્રેકટરના બે ભાગ થઈ ગયા હતા.
ઈકો ગાડીમાં સવાર પાંચ લોકો – બે પુરુષો, બે મહિલાઓ અને એક બાળકીને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોના નામ છે: મોદારજી કચરાભાઇ ઠાકોર, ચકાજી નાગજીભાઇ ઠાકોર, રોશની પ્રકાશભાઇ ઠાકોર (બાળકી), આશાબેન પ્રકાશભાઇ ઠાકોર અને ધારયાબેન નાગજીભાઇ ઠાકોર.
સઘન ઇજાઓ સાથે તમામને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી પ્રાથમિક સારવાર મળ્યા બાદ તેમને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર