સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, સાંજે ૦૫ થી ૦૬ દરમિયાન યોગાભ્યાસ કરી તંદુરસ્તી કેળવતાં નાગરિકો
ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચશ્રીઓ/યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા જિલ્લામાં તા. ૧૫ મી જૂનથી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગ ટ્રેનર દ્વારા નાગરિકોને કોમન ય
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, સાંજે ૦૫ થી ૦૬ દરમિયાન યોગાભ્યાસ કરી તંદુરસ્તી કેળવતાં નાગરિકો


ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચશ્રીઓ/યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા જિલ્લામાં તા. ૧૫ મી જૂનથી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગ ટ્રેનર દ્વારા નાગરિકોને કોમન યોગા પ્રોટોકોલની તાલીમ અપાઈ રહી છે. જેમાં સાંજે ૦૫.૦૦ થી ૦૬.૦૦ દરમિયાન યોગાભ્યાસ કરી નાગરિકો તંદુરસ્તી કેળવી રહ્યાં છે.

આ તાલીમમાં વિવિધ યોગ અને આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવા અને તંદુરસ્તી કેળવવા માટે નિયમિત યોગની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી અને યોગનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande