ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.
આસન એ ભારતની પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે. ડી.એલ.એસ.એસ કોડીનારના ખેલાડીઓ દ્વારા યોગ અભ્યાસમાં વિવિધ આસનો દર્શાવવામાં આવ્યાં હતાં.
આ યોગાભ્યાસમાં તજજ્ઞો દ્વારા ખેલાડીઓને વિવિધ યોગના માધ્યમથી શરીર કઈ રીતે તંદુરસ્ત અને રમતગમતમાં શરીરની લવચીકતાં કઈ રીતે લાવી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા આવે તે મુખ્ય ઉદ્દેશથી યોગ દિવસ ઉજવણી નિમિત્તે નગરજનો માટે યોગ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ