ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) આ કામે હકિકત એવી છે કે,આ કામના ફરિયાદીએ વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિ.કઢાવવા માટે કુલ-૪૨ ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઇલ દીઠ રૂ.૧૦૦ તથા અન્ય ફાઇલોના રૂ.૨૦૦ લેખે એમ કુલ ૪૨ ફાઇલના રૂ.૭,૩૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોય, ફરીયાદીએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં, આ કામના આક્ષેપિતે વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલીકા, વેરાવળ ખાતે લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ