પોરબંદર, 20 જૂન (હિ.સ.) : પોરબંદરના હાર્બર મરીન પોલીસ દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ કાર કોર્ટના હુકમ બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપી હતી.
પોલીસ દ્વારા ગુન્હાના કામે નાના- મોટા વાહનો થતા મોબાઈલ કબ્જે કર્યા હોય કોર્ટ દ્વારા આ મુદામાલ ને મૂળ માલિકને પરત કરવાનો હુકમ કરતા પોરબંદરના હાર્બર મરીન પોલીસ દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ 2,50,000 કિંમતની વેન્યુ કાર તેરા તુજકો અર્પણ કર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya