ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો, યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા.
પોરબંદર, 20 જૂન (હિ.સ.) વિશ્વ યોગ દિવસની પુર્વ ઉજવણીના અનુસંધાને સમગ્ર પોરબંદર જિલ્લામાં લાંબા સમયથી યોગ પ્રત્યે જનજાગૃતી માટે વિવિધ કાર્યકર્મોનુ આયોજન થઈ રહ્યુ છે, આજ પ્રકારના યોગ જાગૃતી અંગેના કાર્યક્રમનુ આયોજન શહેરના ખારવાવાડ વિસ્તારમાં કરવામાં આવ
ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા.


ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા.


ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા.


ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા.


પોરબંદર, 20 જૂન (હિ.સ.) વિશ્વ યોગ દિવસની પુર્વ ઉજવણીના અનુસંધાને સમગ્ર પોરબંદર જિલ્લામાં લાંબા સમયથી યોગ પ્રત્યે જનજાગૃતી માટે વિવિધ કાર્યકર્મોનુ આયોજન થઈ રહ્યુ છે, આજ પ્રકારના યોગ જાગૃતી અંગેના કાર્યક્રમનુ આયોજન શહેરના ખારવાવાડ વિસ્તારમાં કરવામાં આવ્યુ હતુ.

પોરબંદર જિલ્લાના ખારવાવાડ વિસ્તારમાં આવેલ સાગર ભુવન ખાતે 11 માં વિશ્વ યોગ દિવસની પુર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફીટનેસ કેર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યોગ પ્રોટોકોલ શિબિરમાં ઇન્ડિયન કોસ્ટકાર્ડના ICGS અંકિત અને ICGS રાજરતન જહાજો દ્વારા સમસ્ત પોરબંદર ખારવા સમાજ, પોરબંદર બોટ એસોસિએશન તેમજ પોરબંદર ફિશરમેન સમુદાયે પણ મોટી સંખ્યામાં હાજર રહીને યોગસાધના કરી હતી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લાના કો-ઓર્ડીનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર કમિટીના સભ્ય, યોગ ટ્રેનર્સ તથા એક્સ્ટ્રીમ ફીટનેસ કેર પોરબંદરના ફિટનેસ એક્સપર્ટ સૂરજ મસાણી દ્વારા યોગ પ્રોટોકોલની સેવા પ્રદાન કરવામાં આવી હતી.

આ યોગ પ્રોટોકોલ શિબિરનો ઉદ્દેશ્ય 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય અને સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભીયાનને સાર્થક બનાવવા યોગ દ્વારા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી મેદસ્વિતા સહીત જુદા-જુદા રોગો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande