પૂર્વ પત્ની પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડની સજા
પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી રાકેશ ઉર્ફે લાલો રમણભાઈ શર્માને પૂર્વ પત્ની પર હુમલા બદલ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરતા આરોપીને વ
પૂર્વ પત્ની પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડની સજા


પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી રાકેશ ઉર્ફે લાલો રમણભાઈ શર્માને પૂર્વ પત્ની પર હુમલા બદલ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરતા આરોપીને વધુ છ મહિનાની કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત કોર્ટે પીડિત મહિલાને રૂ. 25,000 વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

આ ઘટનામાં આરોપીએ પાટણના નવા બસ સ્ટેન્ડ સામે ખોડિયારપુરાના નાકે તેની પૂર્વ પત્નીને પાવડાના લાકડાના હાથાથી માથા અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કેસમાં 15 મૌખિક અને 24 દસ્તાવેજી પુરાવાઓ આધારે 32 પાનાનો ચુકાદો અપાયો છે. સરકારી વકીલ જે.જે. બારોટે કોર્ટમાં અસરકારક રજૂઆત કરી હતી અને યોગ્ય સજાની માગણી કરી હતી.

આરોપી અગાઉથી એક વર્ષ, 10 માસ અને 23 દિવસથી કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. કોર્ટે આ સમયગાળો સજામાં ગણતરી કરવાનો હુકમ આપ્યો છે. દંડ ન ભરતા આરોપીને વોરંટ સાથે જેલ હવાલે મોકલવામાં આવ્યો છે. આ ચુકાદો સમાજ માટે કડક સંદેશ પૂરું પાડે તેવા ધોરણે અપાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande