21 જૂનથી સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે બેઠક યોજાઈ
સુરત, 20 જૂન (હિ.સ.)- 21 જૂનથી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત શહેર-જિલ્લામાં સંભવિત ભારે વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે
Surat


સુરત, 20 જૂન (હિ.સ.)- 21 જૂનથી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત શહેર-જિલ્લામાં સંભવિત ભારે વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વતૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પૂર, વધુ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિભાગોની સજ્જતાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત આફતને પહોંચી વળવા માટે સંબધિત વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપી હરવા-ફરવાના- પ્રવાસન સ્થળો, બીચ, નદી તટના સ્થળોએ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે લોકોની અવરજવર અને ભયજનક ગરનાળા તથા બેઠાપુલ પર લોકોની અવરજવર પર નિયમન કરવા તેમજ પૂરતો પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરવા તેમજ તમામ વિભાગો, અધિકારીઓ અને બચાવ એજન્સીઓએ સાવચેતીના યોગ્ય પગલા લેવા માટે સચેત રહેવા પણ જણાવ્યું હતું.

ભારે વરસાદથી શહેરી વિસ્તારમાં થતા નુકસાન અંગે સહાય ચૂકવણી કલેકટર અને ગ્રામ્ય વિસ્તારમાં સહાય ચૂકવણી જિલ્લા વિકાસ અધિકારી મારફતે થશે, ત્યારે આવા સંજોગોમાં સહાય ચૂકવણું સત્વરે થાય તે અંગે કાર્યવાહી કરવા કલેક્ટરએ કહ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ બેઠકમાં તંત્રની તૈયારીઓ વિષે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તા.૨૫મી સુધી ભારે વરસાદની આગાહી 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. ચોમાસાની ઋતુમાં કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા લાયઝન અધિકારી અને નોડલ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે.

સુરત મનપાના ઝોન વાઈઝ તેમજ ગ્રામ્યમાં તાલુકા વાઈઝ 1 નાયબ કલેકટર/નાયબ જીલ્લા વિકાસ અધિકારી નિમાયા છે. શહેરી વિસ્તારમાં નાયબ મ્યુ. કમિશનર(ડીઝાસ્ટર) અને ગ્રામ્ય વિસ્તારમાં જીલ્લા વિકાસ અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી હોવાની વિગતો આપી હતી.

સુરત જિલ્લાને SDRF ની 1 ટીમ (22 રેસ્કયુઅર્સ) વાવ, કામરેજ ખાતે તેમજ NDRF ની 1 ટીમ (30 રેસ્કયુઅર્સ) ફાળવાઈ છે જે ટીમ ઓલપાડમાં તૈનાત છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, રેસ્કયુ કરવાપાત્ર લોકોને તાત્કાલિક રેસ્કયુ કરવા, રેસ્કયુ એજન્સીઓ ફાયર વિભાગ સાથે સંકલન, આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, નિચાણવાળા વિસ્તારોમાં આવેલી શાળાઓ સહિતના વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા અંગે યોગ્ય નિર્ણય લેવા, શહેરી- ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા(વોટર લોગીંગની સમસ્યા), ડ્રેનેજ લાઈન તથા કાંસોની સાફ-સફાઈની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, ઓવર ટોપીંગ રોડ, ઉંડા પાણીના સ્થળો બ્લોક કરી-ભયસૂચક બોર્ડ લગાવવા, પૂરગ્રસ્ત વિસ્તાર સહિતના જોખમી વિસ્તારોમાંથી અગાઉથી જ લોકોનું સ્થળાંતર કરાવી લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

બેઠકમાં સુડાના CEO કે.એસ.વસાવા, DCP (સ્પેશયલ બ્રાંચ) હેતલ પટેલ, પ્રાંત અધિકારીઓ, મનપા, ફાયર, સિંચાઈ, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande