પાટણમાં ગેસ્ટ હાઉસ પરથી દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું, સંચાલક ઝડપાયો
પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ એસઓજી પોલીસે સિદ્ધપુર-પાલનપુર હાઇવે પર ભારત પેટ્રોલિયમની સામે આવેલા હોટલ કેશવ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર દેહવ્યાપારનું કૌભાંડ બહાર પડ્યું છે. હોટલના સંચાલક નિરવ શ્રીમાળી (રહે. વડગામ)ની અટકાયત
પાટણમાં ગેસ્ટ હાઉસ પરથી દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું, સંચાલક ઝડપાયો


પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ એસઓજી પોલીસે સિદ્ધપુર-પાલનપુર હાઇવે પર ભારત પેટ્રોલિયમની સામે આવેલા હોટલ કેશવ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર દેહવ્યાપારનું કૌભાંડ બહાર પડ્યું છે.

હોટલના સંચાલક નિરવ શ્રીમાળી (રહે. વડગામ)ની અટકાયત કરવામાં આવી છે અને તેની પાસેથી રૂ. 5,000નો મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેસ્ટ હાઉસના માલિક જતીનભાઈ (રહે. પાટણ) હાલ પલાયનમાં છે. તપાસ દરમિયાન એક રૂમમાંથી મહારાષ્ટ્રની મહિલા અને એક પુરુષ મળી આવ્યા હતા. પૂછપરછમાં ખુલ્યું કે, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો અને મહિલાને દરેક ગ્રાહક દીઠ રૂ. 300 આપવામાં આવતા હતા.

પોલીસે જણાવ્યું કે ગેસ્ટ હાઉસમાં આવતા મહેમાનોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધવી ફરજિયાત હોવા છતાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે. એસઓજી દ્વારા જાહેરનામાના ભંગ અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande