લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key આજે સાંજે 4 વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે
ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા. 15/06/2026 ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શ
લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key આજે સાંજે 4 વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે


ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા. 15/06/2026 ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.

હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા. 16/06/2025 ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ 16:00 વાગ્યાથી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.

ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande