મોડાસા, 20 જૂન (હિ.સ.) હજુ ચોમાસા ની શરૂઆત થઇ છે અને પહેલા જ વરસાદે તંત્ર ની પોલ ખુલ્લી પાડી છે ગત રાત્રીના સમયે વરસેલા વરસાદ ને કારણે મોડાસા વિસ્તારમાં મોડાસા બાયપાસ સ્ટેસ્ટ હાઇવે ગોધરા- માલપુર રોડ પર એઇમ્સ હોસ્પિટલ આગળ રસ્તા પર પાણી ભરાયા હતા જેને લઇ તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો હોસ્પિટલ આગળ પાણી ભરાતા દર્દીઓ એ અવરજવર માં પણ મુશ્કેલી અનુભવાઈ છે હાલ આ બાતે સ્ટેસ્ટ હાઇવે ઓથોરાઈટ જાણે અજાણ હોય તેવો ઘાટ છે. સત્વરે હાઇવે પર ભરાયેલ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે જરૂરી નહિ તો આગામી દિવસોમાં વરસાદના પાણી ભરાતા વધુ મુશ્કેલી પડી શકે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ