પોરબંદર, 20 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -21 જૂન 2025 ની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર, કુછડી દ્વારા પ્રાથમિક શાળા, કુછડી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ પ્રોટોકોલ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને યોગ આસન, પ્રાણાયામ અને તેના આરોગ્યપ્રદ મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. શિબિરમાં વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ આસનો કરાવ્યા બાદ યોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya