અરવલ્લીઃ ગાયત્રી શક્તિપીઠ બાયડ દ્વારા બાયડ-ધનસુરા તાલુકા સમન્વય સમિતિની બેઠક યોજાઇ
મોડાસા, 21 જૂન (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ પ્રેરિત બાયડ ગાયત્રી શક્તિપીઠ ધ્વારા જિલ્લાની સમન્વય સમિતી અને બાયડ ધનસુરા તાલુકાની જનરલ સભા રાખવામાં આવી હતી. જેમાં ગાયત્રી શક્તિપીઠ બાયડના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તર
Aravalli: Gayatri Shaktipeeth Bayad organized a meeting of Bayad-Dhansura Taluka Coordination Committee


મોડાસા, 21 જૂન (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ પ્રેરિત બાયડ ગાયત્રી શક્તિપીઠ ધ્વારા જિલ્લાની સમન્વય સમિતી અને બાયડ ધનસુરા તાલુકાની જનરલ સભા રાખવામાં આવી હતી. જેમાં ગાયત્રી શક્તિપીઠ બાયડના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ચેતનાબેન પટેલની જાહેરાત કરવામાં આવી હતી.

સાથે સાથે વિવિધ સપ્તસૂત્રી આંદોલનને વેગ આપવા માટે શું કરી શકાય ? તે અંગે તથા આવનાર કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી . સાથે સાથે ૨૧ જૂન વિશ્વયોગ દિન નિમિત્તે યોગના કાર્યક્રમ માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande