સુરત, 21 જૂન (હિ.સ.)-કડોદરા નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા કડોદરા સ્થિત સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સ્કુલ ખાતે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ સાથે 21 જૂન- વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ યોગ શિબિરમાં ઉપસ્થિત સૌએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય યોગ દિન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. યોગ પ્રશિક્ષકે યોગ અભ્યાસ કરાવી યોગજાગૃતિ, સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ, નિત્ય યોગાભ્યાસને જીવનશૈલીમાં સામેલ કરવાની પ્રેરણા આપી હતી. કડોદરા નગરપાલિકાની વિવિધ સ્કૂલો પણ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે