55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો
વાલિયા તાલુકામાં ભારે વરસાદ પડતા નલધરીનું ડાયવર્ઝન વરસાદમાં ધોવાયું રાજ્યધોરીમાર્ગ ઉપર ભારે પવન અને વરસાદને કારણે વાલિયામાં વૃક્ષો રસ્તા ઉપર પડ્યા નલધરી કોતર ઉપરના ડાયવર્ઝનના પાણીમાં ઇક્કો ગાડી ફસાઈ હતી નલધરી રસ્તો બંધ થઈ જતા વાલિયા અને અંકલેશ્વર
55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો


55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો


55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો


55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો


55 કરોડના રાજ્યધોરીમાર્ગમાં નલધરી ડાયવર્ઝન ઉપર પાણી વહેતા થતા 5 કલાક બંધ રહ્યો


વાલિયા તાલુકામાં ભારે વરસાદ પડતા નલધરીનું ડાયવર્ઝન વરસાદમાં ધોવાયું

રાજ્યધોરીમાર્ગ ઉપર ભારે પવન અને વરસાદને કારણે વાલિયામાં વૃક્ષો રસ્તા ઉપર પડ્યા

નલધરી કોતર ઉપરના ડાયવર્ઝનના પાણીમાં ઇક્કો ગાડી ફસાઈ હતી

નલધરી રસ્તો બંધ થઈ જતા વાલિયા અને અંકલેશ્વર બાજુ ટ્રકોની લાંબી કતાર લાગી ગઈ હતી

ભરૂચ 21 જૂન (હિ.સ.)

અંકલેશ્વર નેત્રંગ રાજ્યધોરીમાર્ગ નંબર 13 માં આવેલ નલધરી નજીક આવેલ કોતરનું કાચુ અને નીચું ડાયવર્ઝન હોવાથી વાલિયામાં ભારે વરસાદ પડતા તેની ઉપરથી પાણી વહેતું હતું જેને લઈ રસ્તો સાવ બંધ થઈ જતા પુલની બન્ને બાજુ વાલિયા અને અંકલેશ્વર તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.રસ્તા ઉપરનો મુખ્ય પુલ નહી બનતા અને ડાયવર્ઝન ઉપર પાણી આવી જતા આશરે 5 કલાકથી પણ વધુ ટ્રાફિક જામ રહ્યો હતો.રસ્તો બનાવતી એજન્સીની ભૂલ વાહન ચાલકોને ભારે પડી ગઈ હતી.

વાલિયા નલધરી નજીક આવેલ કોતર ઉપર વરસાદના અચાનક પાણી ફરી વળતા તેમાં એક ઈક્કો ગાડી ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.નવા બનતા પુલની બન્ને બાજુ હજુ પુરાણનું કામ બાકી હતું ત્યાં ડાયવર્ઝન પણ વરસાદી પાણીને લીધે બંધ થઈ જતા ધમધમતો રાજ્યધોરીમાર્ગનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.જ્યારે વાલિયા શ્રી રંગ નવચેતન કોલેજ નજીક ભારે પવનને લીધે વૃક્ષો પડી ગયા હતા.આમ વરસાદમાં ભારે તારાજી થઈ હતી.

સવારે 7 વાગ્યે અમે અંકલેશ્વરથી નેત્રંગ તરફ ટ્રક લઈને જતા હતા ત્યારે વાલિયા પહેલા ડાયવર્ઝન ઉપર પાણી આવી જતા રસ્તો બંધ થઈ ગયો હતો.ટ્રાફિક જામમાં અમારી ટ્રક પાંચ કલાક ઉપર ફસાઈ હતી જેથી અમારે તામિલનાડુ પહોંચવામાં મોડું થશે જેથી અમારે સામાન પોચાડવામાં મોડું થશે એટલે દંડ ભરવો પડશે એટલે અમને ભાડામાં નુકશાન થવાનું છે .

પચિયા પિલ્લઈ ટ્રક ચાલક તામિલનાડુ

સવારે 6 વાગ્યે વાલિયા વિસ્તારમાં ભારે વરસાદ પડતા વૃક્ષો પડી ગયા હતા તેને ત્રણ જેસીબીથી હટાવ્યા હતા ત્યારબાદ નલધરી કોતર પર બનાવેલ ડાયવર્ઝન ઉપરથી પાણી વહેતું હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસ મોકલી રસ્તો હતી.રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક થઈ ગયો હતો જે ટ્રાફિક કોંઢથી દોડવાડા થઈ સિલુડી ત્રણ રસ્તા તરફ ડાયવર્ટ કરી હલવો કર્યો હતો.જ્યારે આર એન્ડ બીના અધિકારીઓને બોલાવી મુખ્ય રસ્તા પરના પુલને રિપેર કરાવી ચાલુ કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર કરી દીધો હતો.એમ બી તોમર પીઆઈ વાલિયા

બોક્સ ક્લવર્ટ નલધરી કોતર ઉપર 1 કરોડના ખર્ચે બનતું હતું .જેના બન્ને છેડે કામ અધૂરું હતું.ચોમાસાનો વાલિયામાં ભારે વરસાદ પડતા ડાયવર્ઝન ઉપર પાણી આવી ગયું હતું એટલે તાબડતોબ 2 જેસીબી ,1 ગ્રેડર અને 2 રોલર તેમજ 20 થી વધુ માણસોને કામે લગાવી 2 કલાકમાં તાત્કાલિક બન્ને બાજુનું પુરાણ કરી રસ્તો બનાવી દેવાયો હતો.રસ્તો 4 થી 5 કલાક બંધ રહ્યો હતો .આશિષ બોરડા ડેપ્યુટી ઈજનેર આર એન્ડ બી સ્ટેટ અંકલેશ્વર

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande