અરવલ્લી જિલ્લામાં સીઝનનો ૭.૬૩% વરસાદ નોંધાયો.
મોડાસા, 21 જૂન (હિ.સ.) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં મોડાસા તાલુકામાં ૧૨૦ mm, ધનસુરા તાલુકામાં ૭૩ mm , ભિલોડા તાલુકામાં ૩૯ mm, માલપુર તાલુકા
અરવલ્લી જિલ્લામાં સીઝનનો ૭.૬૩% વરસાદ નોંધાયો.


મોડાસા, 21 જૂન (હિ.સ.) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં મોડાસા તાલુકામાં ૧૨૦ mm, ધનસુરા તાલુકામાં ૭૩ mm , ભિલોડા તાલુકામાં ૩૯ mm, માલપુર તાલુકામાં ૪૪ mm, મેઘરજ તાલુકામાં ૬૧ mm, બાયડ તાલુકામાં ૬૩ mm એમ કુલ મળીને જિલ્લામાં ૪૦૦ mm વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં કુલ ૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે. જે મુજબ અરવલ્લી જિલ્લાનો સીઝનનો ૭.૬૩% વરસાદ નોંધાયો છે.

સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક વધી રહી છે. હાલની પરિસ્થિતિએ જિલ્લાના મેશ્વો ડેમની સપાટી ૨૦૯.૪૪ મીટર, વૈડી ડેમની સપાટી ૧૯૪.૫૩ મીટર, માઝુમ ડેમની સપાટી ૧૫૪.૪૪ મીટર, વાત્રક ડેમની સપાટી ૧૩૨.૨૬ મીટર અને લાંક ડેમની સપાટી ૧૦૨.૯૩ મીટર નોંધાઈ છે.

વરસાદી પરિસ્થિતિને જોતા જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની ડિઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. વરસાદ દરમિયાન ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમનો સંપર્ક નીચેના નંબર પર કરી શકાશે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, મોડાસાનો સંપર્ક ૦૨૭૭૪-૨૫૦૨૨૧, મેઘરજ તાલુકા કંટ્રોલ રૂમની સંપર્ક ૦૨૭૭૩-૨૪૪૩૨૮, માલપુર તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક ૦૨૭૭૩-૨૨૩૦૪૧, ધનસુરા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક ૦૨૭૭૪-૨૨૩૯૩૨/૨૨૩૯૩૩, ભિલોડા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક ૦૨૭૭૧-૨૩૪૫૨૪, બાયડ તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક ૦૨૭૭૯-૨૨૦૦૦૬ પર કરી શકાય છે.

આગામી ૭ દિવસમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લાના તમામ તાલુકાના મામલતદારશ્રીને તાલુકા મથક પર ઉપસ્થિત રહેવા અને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમની કામગીરી ૨૪ કલાક કાર્યરત રહે તે વ્યવસ્થા કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande