દાહોદમાં યોજાયો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સાંસદ રહ્યા ઉપસ્થિત
કલેકટર, DSP, ધારાસભ્ય DYSP, SDM સહીત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
યોગ દિવસ ૨


દાહોદ યોગ દિવસ


દાહોદ, 21 જૂન (હિ.સ.) સંયુકત રાષ્ટ્ર સંઘ ધ્વારા ભારતીય સંસ્કૃતિની ઉતમ દેન એવી યોગ વિધાને વૈશ્વિક વિરાસતમાં જાહેર કરવામાં આવેલ છે. તદઅનુસાર વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ ૨૧ જૂને 'વિશ્વ યોગ દિવસ' ઉજવવાનું સંયુકત રાષ્ટ્રસંધ ધ્વારા જાહેર કરાયું છે.ભારત સરકારે યોગ વિદ્યાની મુળભૂમિ એવા ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રમાં આ સંદર્ભે તે દિવસે વિરાટ અને વિસ્તૃત યોગ કાર્યક્રમનું આયોજન થાય છે અને તેનો શ્રેય માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે દાહોદ જિલ્લામાં આ ઉજવણી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેકટર યોગેશ નિરગુડે, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમા વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવાનું સરકાર દ્વારા નક્કિ કરવામા આવ્યુ હતું છે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા YOGA FOR ONE EARTH, ONE HEALTH ની થીમ ને ધ્યાનમાં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય ના નારા સાથે “સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત” ની થીમ સાથે આજે ૨૧મી જુન-૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી હતી .

દાહોદમા જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ જિલ્લા મથકે એમ. વાય હાઈસ્કૂલ દાહોદ ખાતે યોજાયો હતો જેમા ૨૦૦૦ થી વધુ ની સંખ્યામા યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે પતંજલી યોગ સંસ્થાન, બ્રહ્માકુમારીઝ, વિવિધ NGO એ ભાગ લીધો હતો અને તાલુકા અને નગરપાલિકા સંયુક્ત રીતે એક સ્થળે અને બીજા તાલુકાઓમાં એક સ્થળે ઉજવવામાં આવ્યો હતો . તેમજ આઇકોનિક યોગ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા જે પૈકી દાહોદ જિલ્લામાં કંજેટા, સાગટાળા અને ઉમરિયા ડેમ તથા બાવકા શિવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો

Vo 3 - 'વિશ્વ યોગ દિવસ'ની દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજ કેમ્પસમાં, તેમજ યોગ સાથે કાયમી જોડાયેલ સંસ્થાઓ (એમને અનુકુળ આવે તેવા સ્થળોએ) તેમજ સ્વૈચ્છિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ ધ્વારા તા.૨૧મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિજારીઓ લોકો તેમજ ખાસ કરીને યોગ કરાવનારી પતંજલિ ની ટીમ ઉપસ્થિત રહી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande