અમદાવાદ, 21 જૂન (હિ.સ.) : વિરમગામમાં આવેલા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વિરમગામના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.
આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઇ, વિરમગામ નગરપાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ, સિનિયર સિટીઝન તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો અને ૨૦૧૫થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવાય છે, જે અંતર્ગત આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ તથા 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત'ની થીમ પર થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ