ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને વેરાવળ તાલુકા/વેરાવળ-પાટણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અગિયારમાં ઈન્ટરનેશનલ યોગ દિવસનો કાર્યક્રમ તારીખ ૨૧-૦૬-૨૦૨૫ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યાં હતા. અત્રેની યુનિવર્સિટીના કા.કુલસચિવ હર્ષદકુમાર એચ. પરમાર, કાર્યકારી શોધનિર્દેશક અને પ્રધાનાચાર્ય ડૉ. પંકજકુમાર રાવલ, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, 7 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટના ઓફિસરો, એન.સી.સી. કેડેટ્સ, વેરાવળની નજીકની સ્કુલોના શિક્ષકો, વિદ્યાર્થિઓ તેમજ વેરાવળ નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. કુલ મળી ૩૦૦ જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે કુલપતિએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમના સંયોજક તરીકે NSS Coordinator ડૉ. જયેશકુમાર ડી. મુંગરા, શ્રીમતી દ્રષ્ટિબેન બારૈયા, વૈશાલીબેન વાઘે કામગીરી કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્રેની યુનિવર્સિટીના સંશોધન-પ્રકાશન વિભાગ અંતર્ગત આવતાં વિશિષ્ટ યોગ કેન્દ્રએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ