કેશોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી
જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) કેશોદ વહીવટી તંત્ર દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત
યોગ દિવસની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા


જૂનાગઢ જિલ્લાના કેશોદ


જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) કેશોદ વહીવટી તંત્ર દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.

ભારતીય સંસ્કૃતિ સાથે આદિકાળથી યોગ સાધના પરંપરાગત રીતે જોડાયેલ છે ત્યારે આધુનિક સમયમાં અમુલ્ય વારસો જળવાઈ રહે એ હેતુથી યોગ સાધના ને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપી પ્રચાર પ્રસાર કરી લોકોની રોજીંદી જીવનશૈલી સાથે જોડી આપવા જુદાં જુદાં ક્ષેત્રની વિભૂતિઓ અને જુદાં જુદાં સંપ્રદાયના સાધુ સંતો સહિત આદરણીય આગેવાનો પદાધિકારીઓ ને સાથે રાખીને યોગ સાધના ને જીવનનું અભિન્ન અંગ બનાવી આપ્યું છે. કેશોદના વેરાવળ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં નગરપાલિકાના યજમાનપદે અગીયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સામુહિક યોગ સાધના કરી હતી. કોરોના સમયે યોગ સાધના થી સંખ્યાબંધ કોરોના ગ્રસ્ત દર્દીઓ એ સારવાર મેળવી નવજીવન પ્રાપ્ત કર્યું હતું જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ યોગ સાધનામાં રુચિ લેવા લાગ્યાં છે. કેશોદ નગરપાલિકાના કચેરી અધિક્ષક પ્રવિણભાઈ વિઠ્ઠલાણીએ સૌ ઉપસ્થિત કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ને માત્ર એક જ દિવસ યોગ સાધના કરવાને બદલે નિયમિતપણે યોગ સાધના અપનાવી શારીરિક માનસિક તંદુરસ્તી જાળવવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande