જૂનાગઢ, 21 જૂન (હિ.સ.)જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણી કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.વી.પી.ચોવટિયા, સંશોધન નિયામકશ્રી ડો.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, કુલસચિવ ડૉ.વાય.એચ.ઘેલાણી, નિયામક,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડો. આર.એમ.સોલંકી,નિયામક,આઈ.ટી. સેલ, ડો.કે.સી.પટેલ; કાર્યપાલક ઇજનેર, પ્રો.ડી.એસ.થાનકી; આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય,ડો.પી.ડી.કુમાવત, આચાર્ય અને ડીન બાગાયત મહાવિદ્યાલય, ડૉ. ડી. કે. વરુ, આચાર્ય અને ડીન, કૃષિ ઈજનેરી અને ટેક. મહાવિદ્યાલય, ડો. એચ. ડી. રાંક; આચાર્ય, પી.જી.આઈ.એ. બી.એમ. ડો.સી.ડી. લખલાણી તેમજ યુનિવર્સિટીનાં અધિકારીઓ/કર્મચારી ઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે હાજર હતા.
આ કાર્યક્રમમાં અશ્વિનભાઇ રાવલ, યોગ કોચ, ગુજરાત યોગ બોર્ડ, ગુજરાત અને પારૂલબેન ચૌહાણ યોગ ટ્રેનર તરીકે ઉપસ્થિત રહી યોગ અંગે માર્ગદર્શિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ