જુનાગઢ 21 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા ડો. એમ. આર. ગડરીયા, આચાર્યશ્રી, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢના અધ્યક્ષસ્થાને વેટરનરી કોલેજ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, બીજા વર્ષના વિદ્યાર્થી બારૈયા ધ્રુવિતા અને બારડ ખુશીએ યોગ પ્રશિક્ષકો તરીકે ભૂમિકા ભજવી હતી. NSS સ્વયંસેવકો અને કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રીના સ્ટાફગણ સાથે મળીને ૫૦ થી વધારે સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિયપણે ભાગ લીધો હતો. ડો.એ.બી. ઓડેદરા અને ડો.પી.જી.ડોડીયાએ સમગ્ર અભિયાનનું સંકલન કરીને આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી તેમ એક યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ