જૂનાગઢ 21 જૂન (હિ.સ.) બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ દ્વારા પૂજ્ય મુક્તાનંદજીબાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી જુદા જુદા ચાલતા મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો જેમાં ઓમકારેશ્વર મંદિર,દીપાંજલિ યોગ ક્લાસ, બાલા હનુમાન મંદિર,સુરભી એપાર્ટમેન્ટ, કોમન પ્લોટ, મોતી પેલેસ ટાઉનશીપ,
વંથલી રોડ યોગકલાસ, રામનાથ મંદિર, યોગકલાસ ટીંબાવાડી તથા બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ રહ્યા હતા તથા દરેક પાર્ટીસીપેન્ટને સર્ટીફીકેટ વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપવામાં આવ્યા હતા.
આ તકે પ્રવિણાબેન વાઘેલા, મૃણાલિબેન વૈદ્ય, અમીબેન સૂચક,અલકાબેન પરમાર, નાથાભાઈ,ભરતભાઈ વગેરેએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી, પુરૂષો તથા મહિલાઓ ઉત્સાહભેર સ્વૈચ્છાએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. તેમ બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢનાં કો-ઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરા એ એક યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ