સુરત, 21 જૂન (હિ.સ.)- સુરત મનપા સંચાલિત શાળા ક્રમાંક 291 અને 293 દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો શિક્ષકો, આચાર્યએ સામૂહિક યોગાસન કરી યોગ વડે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘યોગ ભગાડે રોગ’ અને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ સાથે યોગ દિનની ઉજવણી બાળકોએ જુદા જુદા યોગાસનોનું નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે