આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી, મુખ્યમંત્રી સહભાગી થયા
ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી


ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી એ આ પ્રસંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષ ની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશવાસીઓને મેદસ્વીતા થી દુર રહેવા કરેલા આહ્વાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો છે.

રાજ્ય ભરમાં મહાનગરપાલિકા થી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસો થી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજ ની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું.

તેમણે યોગ અભ્યાસની જીવન માં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા બહેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શીશ પાલજી તેમજ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌ એ નિહાળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande