સુરત અને કડોદરા GIDC પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
સુરત, 21 જૂન (હિ.સ.)- ભારત સરકારની સંસ્થા માય ભારત-સુરત અને કડોદરા GIDC પોલીસ સ્ટેશન દ્વારા કડોદરા સ્માર્ટ પોલીસ મથક ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કડોદરા GIDC પો.સ્ટે.ના પોલીસ અધિકારીઓ, GRD- GHG ના જવાનો, માય ભારત-સુરત
Surat


સુરત, 21 જૂન (હિ.સ.)- ભારત સરકારની સંસ્થા માય ભારત-સુરત અને કડોદરા GIDC પોલીસ સ્ટેશન દ્વારા કડોદરા સ્માર્ટ પોલીસ મથક ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કડોદરા GIDC પો.સ્ટે.ના પોલીસ અધિકારીઓ, GRD- GHG ના જવાનો, માય ભારત-સુરત ટીમ અને પલસાણા યુથ બ્રિગેડના સભ્યો, પદાધિકારીઓ, ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક સહિત 130 થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.

જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ NYC સત્યેન્દ્ર યાદવ દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં યોગજાગૃતિ, સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ, નિત્ય યોગાભ્યાસને જીવનશૈલીમાં સામેલ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. સાથે તણાવ ઘટાડવા, આત્મવિશ્વાસ વધારવા અને પ્રિવેન્ટીવ હેલ્થ પ્રત્યે જાગૃતિ વિષે જાણકારી આપી યોગ માત્ર કસરત નથી, પણ એક જીવનપદ્ધતિ છે, જે વ્યક્તિને આંતરિક શાંતિ અને સમતોલ જીવન આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande