સિદ્ધપુરમાં હડકાયેલી ગાયનો આતંક, નગરપાલિકાની ઝડપી કાર્યવાહી
પાટણ, 21 જૂન (હિ.સ.)સિદ્ધપુરના મંડી બજાર ચોક વિસ્તારમાં એક હડકાયેલી ગાયે દહેશત મચાવી હતી. ગાયે એક વડીલને હડફેટમાં લીધા હતા અને અન્ય લોકોને પણ બચકા ભરવા દોડતી હતી, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના બાદ સિદ્ધપુર નગરપાલિકાએ તાત્કાલિક પગલાં
સિદ્ધપુરમાં હડકાયેલી ગાયનો આતંક, નગરપાલિકાની ઝડપી કાર્યવાહી


પાટણ, 21 જૂન (હિ.સ.)સિદ્ધપુરના મંડી બજાર ચોક વિસ્તારમાં એક હડકાયેલી ગાયે દહેશત મચાવી હતી. ગાયે એક વડીલને હડફેટમાં લીધા હતા અને અન્ય લોકોને પણ બચકા ભરવા દોડતી હતી, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટના બાદ સિદ્ધપુર નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. ધર્મચકલા સ્થિત જૂની વ્હોરવાડ પાસે પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને હડકાયેલી ગાયને સફળતાપૂર્વક પકડી લીધી હતી. નગરપાલિકાની ઝડપી કાર્યવાહીથી નગરજનોએ રાહત અનુભવી હતી.

સિદ્ધપુરમાં નજીકના સમયમાં ગામ ઘણીની રથયાત્રા યોજાવાની છે. શહેરવાસીઓ રખડતા ઢોરના ત્રાસથી પરેશાન છે અને નગરપાલિકા સમક્ષ આવા ઢોરને પકડવાની માંગ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande