પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામા ભીમ અગીયારસથી જાણે જુગારની મૌસમ શરૂ થઇ હોય તેમ વિવિધ સ્થળોએથી જુગાર ઝડપાય રહ્યો છે પોરબંદરના ઘાસ ગોડાઉન નજીક જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલી શાંતિબેન મસરભાઈ ઓડેદરા, કંચનબેન વા/ઓ પ્રદીપભાઈ બસીયા, ભાનુબેન ભીખાભાઈ રાઠોડ, મંજુબેન અમરાભાઈ સાદીયા, લાભુબને અશ્વીનભાઈ પાંડાવદાર અને વાલીબેન જીવાભાઈ ભીખાભાઈ મકવાણા સહિતની છ મહિલાને જુગાર રમતા ઝડપી લઇ અને સ્થળ પરથી રૂ. 10,420નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya