પોરબંદર, 21 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ વિદ્યા વિશ્વ ફલક પહોંચી છે જે અંતગર્ત આજે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડૉ. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ કુતિયાણા ખાતે કરવામાં આવી હતી અને યોગ ટ્રેનર દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભરપૂર્વક ઉજવણીમાં કુતિયાણા નગરપાલિકા પ્રમુખ શાંતીબેન ઓડેદરા, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, મામલતદાર બી.આર સુમરા,અગ્રણી ભરત પરમાર સહિતના અગ્રણીઓ, કર્મચારીઓ નાગરિકો તેમજ યોગસાધકો સહભાગી થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya