મહાનગરપાલિકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોઢાણીયા કોલેજ ખાતે કરાઈ
પોરબંદર, 21 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પોરબંદર મહાનગર પાલિકા કક્ષાનો કાર્યક્રમ વી આર ગોઢાણીયા મહિલા કોલેજ પોરબંદર ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ,નાયબ કમિશનર મનન ચત
મહાનગરપાલિકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોઢાણીયા કોલેજ ખાતે કરાઈ.

પોરબંદર, 21 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પોરબંદર મહાનગર પાલિકા કક્ષાનો કાર્યક્રમ વી આર ગોઢાણીયા મહિલા કોલેજ પોરબંદર ખાતે યોજાયો હતો.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ,નાયબ કમિશનર મનન ચતુર્વેદીની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બનીને યોગાભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ વૈશ્વિકરણના મહાયજ્ઞને આગળ વધારતા, તેમજ ગુજરાત રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી સમગ્ર પોરબંદર શહેરમાં યોગ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત પોરબંદર મહાનગર પાલિકા દ્વારા પણ યોગના પ્રચાર- પ્રસાર તેમજ જનસામાન્ય પોતાની દૈનિક જીવનશૈલીમાં યોગને સમાવિષ્ટ કરે તેવા હેતુથી અને સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને સાર્થક કરતા એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે વી આર ગોઢાણીયા મહિલા કોલેજ પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ સાથે વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનને નાગરિકોએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર શહેરના અગ્રણીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નાગરિકો સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande