પાટણ, 21 જૂન (હિ.સ.) ૨૧ જૂન , ૨૦૨૫ ને શનિવાર ના રોજ યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ દિવસે યોગ ટ્રેનર શ્રીમતી કૃપા બેન જોષી અમારી શાળાના વિદ્યાર્થીઓને યોગનું મૂલ્ય અને મહત્વ સમજાવવા માટે અમારી સાથે મહેમાન તરીકે જોડાયા હતા. તેમણે બાળકોને રોજિંદા જીવનમાં યોગ અને શારીરિક વ્યાયામનું મહત્વ સમજાવ્યું હતું. યોગઆચાર્ય દ્વારા શીખવેલ યોગના અલગ અલગ આસન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેકટર ,આચાર્ય તથા શિક્ષણગણ તેમજ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં યોગથી એકાગ્રતા વધે છે અને શિક્ષણમાં ઉપયોગી થાય છે તેનું મહત્વ સમજાવ્યુ હતું. યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર