
મોડાસા, 24 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ ચારે કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથક તથા શહેરી વિસ્તારમાં મંગળવારના રોજ ત્રણ કલાકમાં અંદાજિત 8 ઇંચ જેવો વરસાદ ખાબકતાં ગામમાં નદીઓના પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જનજીવનને ભારે અસર થવા પામી છે.
મોડાસા તાલુકાના મોતીપુરા ગામમાં 200 ઘર પાણીમાં ગરકાવ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો મોડાસાના દધાલીયા ગામે ગામમાં નદી વહેતી થતાં વાહનો પણ પાણીમાં તણાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે....!!!! મોડાસા શહેરમાં પણ મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી જોવા મળી રહ્યા છે..!! તો માલપુર પંથકમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે....!!! જ્યારે મેઘરજ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. જિલ્લામાં ૯૦ ટકા ખેડૂતોને વાવણી કરવાની બાકી છે ત્યારે હવે વરસાદ ક્યારે ખમૈયા કરે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણને કારણે મુખ્ય માર્ગો પર નહિવત વાહનો જોવા મળી રહ્યા છે... ભારે વરસાદની આગાહીના પગલે લોકો ઘરમાં પુરાઈ ગયા છે...
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ