વડોદરાની બેંકોમાં મળી 4 લાખથી વધુની નકલી નોટો, ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
વડોદરા, 24 જૂન (હિ.સ.)-વડોદરાના માર્કેટ અને બેંકિંગ ક્ષેત્રમાં નકલી ચલણનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શહેરની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં ભરણા દરમિયાન નકલી નોટો મળી આવતાં પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 25 જાન્
fake notes


વડોદરા, 24 જૂન (હિ.સ.)-વડોદરાના માર્કેટ અને બેંકિંગ ક્ષેત્રમાં નકલી ચલણનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શહેરની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં ભરણા દરમિયાન નકલી નોટો મળી આવતાં પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 25 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં ભરણા પ્રક્રિયામાં કુલ ₹4.07 લાખની 1067 નકલી નોટો મળી આવી છે. આ તમામ નોટો જુદી જુદી બેંકોના ડિપોઝિટ પછી ચકાસણી દરમિયાન પકડાઈ હતી.

નકલી નોટોની વિગત નીચે મુજબ છે:

₹500ના દરની: 749 નોટો (કુલ ₹3,74,500)

₹200ના દરની: 101 નોટો

₹50ના દરની: 19 નોટો

₹20ના દરની: 2 નોટો

₹2000ના દરની: 6 નોટો

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી, નકલી નોટો કયા સ્ત્રોતથી ચલણમાં આવી રહી છે તે અંગે તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે આ નોટો કયા માધ્યમથી શહેરના વેપારીઓ કે નાગરિકો સુધી પહોંચી રહી છે અને એ પાછળ કયો ગેંગ કાર્યરત છે તે જાણવા ટેકનિકલ અને મનુષ્યસ્રોતના આધારે તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande