શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં આજે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે,
લોકશાહીના મૂલ્યો અને સામાજિક જાગૃતિ અંગે સેમિનાર યોજાશે
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં આજે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે,


ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે તા.૨૫ જૂનના રોજ સવારે ૧૦.૦૦ કલાકેથી સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય સમાન કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવામાં આવશે.

આ ઉજવણી સંબંધિત વિષયમાં તજજ્ઞો દ્વારા કટોકટી અને તત્કાલીન સમયની પરિસ્થિતિ વિશે તેમજ લોકશાહીના મૂલ્યો અને સામાજિક જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવશે. સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત કટોકટી અંગે ફિલ્મ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત. સાંજે ૬.૦૦ કલાકેથી વૉકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા કટોકટીના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આધ્યક્ષતામાં યોજાશે.

સંવિધાન હત્યા દિવસની ઉજવણી નિમિત્તે શાળાઓમાં કટોકટી સંબંધિત પ્રદર્શન ગોઠવવા, ફિલ્મનું પ્રસારણ, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન, કોલેજોમાં ચર્ચા- સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, ધારાસભ્ય સર્વે ભગવાનભાઈ બારડ, ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, કાળુભાઈ રાઠોડ, વિમલભાઈ ચુડાસમા સહિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande