
વલસાડ, 24 જૂન (હિ.સ.) - હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા. ૨૪ જૂનના રોજ રેડ એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં ૮૪.૧૭ મી.મી. (૩.૩૭ ઈંચ) વરસાદ વરસ્યો હતો. તાલુકા પ્રમાણે જોઈએ તો, વલસાડ તાલુકામાં ૪૦ મી.મી, ધરમપુર ૯૯ મી.મી, પારડી ૧૦૮ મી.મી, કપરાડા ૬૨ મી.મી, ઉમરગામ ૪૩ મી.મી અને વાપી તાલુકામાં ૧૫૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જૂન માસમાં ચાલુ મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ જોઈએ તો, વલસાડ જિલ્લામાં કુલ ૫૯૯. ૮૩ મી.મી (૨૪ ઈંચ) વરસાદ વરસ્યો છે. જે મુજબ વલસાડ તાલુકામાં ૩૬૦ મી.મી. (૧૪.૪ ઈંચ), ધરમપુરમાં ૫૫૫ (મી.મી.) (૨૨.૨ ઈંચ), પારડીમાં ૫૩૭ મી.મી. (૨૧.૪૮ ઈંચ), કપરાડામાં ૮૪૧ મી.મી. (૩૩.૬૪ ઈંચ), ઉમરગામમાં ૬૩૦ મી.મી. (૨૫.૨ ઈંચ) અને વાપી તાલુકામાં ૬૭૬ મી.મી. (૨૭.૦૪ ઈંચ) વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા તા. ૨૫ જૂનના રોજ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોય છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ અને તા. ૨૬ જૂનના રોજ યલો એલર્ટ હોય છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે