આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા પોર્ટલ ખુલ્લું મુકાયું, ૦૧ જુલાઈથી આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે
જૂનાગઢ, 24 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૧/૦૭/૨૦૨૫ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો અરજી કરી
આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા પોર્ટલ ખુલ્લું મુકાયું, ૦૧ જુલાઈથી આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે


જૂનાગઢ, 24 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૧/૦૭/૨૦૨૫ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો અરજી કરી શકશે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ નિદર્શન ઘટકોમાં સહાયનો લાભ લેવામાં મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande