બગવદર ગામે જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદરના બગવદર અને માધવપુર પોલીસે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા શખ્સોને ઝડપી ફરિયાદ દાખલ કરી છે.પોરબંદરના બગવદર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને આધારે દરોડો પાડી લખમણ ભીમાભાઈ ખરા, રમેશ
બગવદર ગામે જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદરના બગવદર અને માધવપુર પોલીસે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા શખ્સોને ઝડપી ફરિયાદ દાખલ કરી છે.પોરબંદરના બગવદર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને આધારે દરોડો પાડી લખમણ ભીમાભાઈ ખરા, રમેશ પરબત ખરા, દેવશી કાનાભાઈ ખરા અને ભરત રામાભાઇ ખરા નામના ચાર શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી 1830ની રોકડ રકમ કબ્જે કરી છે તેમજ માધવપુર પોલીસ દ્વારા અજીત રમેશભાઈ ડાકી અને અરજન બોઘાભાઈ મોકરિયા નામના બે શખ્સોને જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી 3540ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande