સાબરકાંઠામાં ચોમાસામાં ઋતુજન્ય બિમારી અને રોગચાળો અટકાવવાના ઉદ્દેશથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવુત્તિઓ કરવામાં આવી
મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠા આરોગ્ય શાખા દ્વારા ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અંગે સાવચેતી, ઘરની આસપાસની સફાઈ તથા સમુદાયોમાં જન-જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જીલ્લામાં કલોરીનેશન ડ્રાઈવ અંતર્ગત 891 ગામોમાં કુલ 1733 પીવાના
Various activities were undertaken by the Health Department to prevent seasonal diseases and epidemics during the monsoon in Sabarkantha.


મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠા આરોગ્ય શાખા દ્વારા ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અંગે સાવચેતી, ઘરની આસપાસની સફાઈ તથા સમુદાયોમાં જન-જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જીલ્લામાં કલોરીનેશન ડ્રાઈવ અંતર્ગત 891 ગામોમાં કુલ 1733 પીવાના પાણીના સ્ત્રોત આવેલા છે. જે પૈકી નિયમિત પીવાના પાણીના ઉપયોગમાં લેવાતાં સ્ત્રોતોનું ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કર્મચારીની મદદથી માર્ગદર્શિકા મુજબ કલોરીનેશન અને ક્લોરીનની માત્રાની ચકાસણી કામગીરી કરવામાં આવી રહી છે. જે ગામોમાં અન્ય સ્ત્રોતથી પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવે છે. આમ આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુલભ બને તેની ખાતરી કરવામાં આવી રહી છે.

હાલમાં સરકારશ્રી દ્વારા તા. 16 જુનથી 31 જુલાઇ સુધી બાળકોમાં ઝાડાની સારવાર માટે સ્ટોપ ડાયેરીયા ઝુંબેશ અંતર્ગત જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેંદ્રો, પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તેમજ તમામ સબસેન્ટર પર બાળકોમાં થતા ઝાડાને રોકવા, સફાઇ અને ઓ.આર.એસ થી સારવાર અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જિલ્લાના તમામ આરોગ્ય કેંદ્રો પર ઓ.આર.એસ. કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકરો દ્વારા 5 વર્ષથી નાના બાળકોના ઘરે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande