પાટણ, 25 જૂન (હિ.સ.)રાધનપુર તાલુકાના બંધવડ ગામની 24 વર્ષીય યુવતીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવાનો આરોપ લગાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન 6 ફેબ્રુઆરી 2025ના રોજ શિહોરીના ખીમાણા ગામના સંજયભાઈ સાથે થયા હતા. 25 મેના રોજ યુવતીએ પતિના મોબાઈલમાં જીનલ નામની યુવતી સાથેના પ્રેમ સંબંધના મેસેજ જોતા પતિએ પોતાનું અફેર હોવાની કબૂલાત કરી હતી અને યુવતીને ઘરમાં રહેવું હોય તો રહેવું, નહીંતર છોડી દેવાની ધમકી આપી હતી.
આ મામલે યુવતીએ નણંદ અને જેઠાણીને વાત કરી હતી, પણ કોઈ સહકાર મળ્યો નહોતો. થોડીક જ વારમાં પતિએ જીનલ અને તેની માતાને ઘરે બોલાવ્યા હતા અને ત્રણેય જણાએ યુવતી સાથે મારઝૂડ કરી હતી. તેને કપડાં પાડી ઘરની બહાર કાઢી મૂકી હતી. વધુમાં, જ્યારે યુવતી પિયર જતી હતી ત્યારે પતિએ માર્ગમાં તેને ધમકી આપી કે જો કોઈને વાત જણાવશે તો જાનથી મારી નાખશે.
યુવતીએ પોલીસને જણાવ્યું કે પતિએ તેના દાગીના પણ ગીરવે મૂક્યા છે અને દીકરો ન થવા બાબતે વારંવાર ઝઘડો કરતો હતો. ઘટનાને લઈને યુવતીએ સરસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર