પાટણ, 25 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના મોપ્રા ગામના મહાદેવપુરા વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધાનું ભંડાફોડ થયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી એલસીબી પાટણએ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભેસંગ હાલાજી ઠાકોરના ખેતરમાં બનાવાયેલા મકાન પર દરોડો પાડી 7 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક સગીર પણ સામેલ છે.
આરોપીઓ “માર્કેટ પલ્સ” એપ્લિકેશનથી શેરબજારના ભાવ જાણીને, સામાન્ય કીપેડવાળા મોબાઇલથી ખોટા નામથી લોકોને વધુ નફાની લાલચ આપી ટ્રેડિંગ કરાવતા હતા. તેઓ પાસે સેબીનો કોઈ લાઇસન્સ ન હતો. પોલીસે સ્થળ પરથી 16 મોબાઇલ ફોન સહિત કુલ ₹84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં IPC 2023 ની કલમ 319(2), 318(4), 54, 61(2) અને IT એક્ટ 66-ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં અભેસંગ, રણજીતજી, પિંટુજી, જીતુજી, કરણસિંહ, વિપુલજી ઉર્ફે ગમન ઠાકોર અને એક સગીર શામેલ છે, જ્યારે કિરીટજી ઝેણાજી ઠાકોર, શૈલેષજી અને સચિનને પકડવાનો પ્રયત્ન ચાલુ છે. એલસીબી પાટણ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર