સુત્રાપાડા તાલુકાની છ ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામ જાહેર
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) : સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના વોર્ડ નં. ૨ માટે યોજાયેલી ચૂંટણીઓમાં આજે મતગણતરીનો કાર્યક્રમ સુત્રાપાડા મુકામે આવેલ. શિવસાગર શાળા ખાતે યોજાયો હતો. કુલ ૯૦ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરીના પરિણામ અનુસાર મેની
તાલુકાની ૬ ગ્રામ પંચાયતોના ચૂંટણી


ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) : સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના વોર્ડ નં. ૨ માટે યોજાયેલી ચૂંટણીઓમાં આજે મતગણતરીનો કાર્યક્રમ સુત્રાપાડા મુકામે આવેલ. શિવસાગર શાળા ખાતે યોજાયો હતો. કુલ ૯૦ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતગણતરીના પરિણામ અનુસાર મેનીબેન મેણસીભાઈ જેઠવા ચૂંટણીમાં વિજયી જાહેર થયા છે. તેમણે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે ૩૩ મતોના મોટા ફર્કથી જીત મેળવી છે.

જયારે (૧) રાખેજ ગ્રામ પંચાયત સરપંચમાં વિપુલભાઈ નથુભાઈ પરમાર ૪૩૯ મતોથી જીત્યા જયારે તેમના સભ્યો તમામ આઠ વોર્ડ જીત્યા જેમા એક વોર્ડ બિનહરીફ થયેલ. (૨) ટીંબડી ગ્રામ પંચાયતમાં સરપંચ પ્રતાપભાઈ રાયસિંહ વાળા ૧૦ મતો થી જીત્યા અને બંને પક્ષના ત્રણ ત્રણ સભ્યોએ જીત મેળવી હતી.(૩) મટાણા ગ્રામ પંચાયતમા સરપંચ હિરુબેન પ્રતાપભાઈ નકુમ ૨૨૦ મતો થી જીત સાથે તેમના છ સભ્યો અને સામે વાળા પક્ષના બે સભ્યોએ જીત મેળવી.(૪)ઘંટીયા ગ્રામ પંચાયત સરપંચમાં મહેન્દ્રભાઈ કરશનભાઇ નાઘેરાનો અને તેમના ૬ સભ્યો જીત્યા જ્યારે સામે વાળા પક્ષના ૩ સભ્યો જીત્યા હતા.(૫)વાવડી ગ્રામ પંચાયત સરપંચ પ્રવીણભાઈ નથુભાઈ રામ ૮૦૨ મતો થી જીત જયારે તેમના છ વોર્ડમાં જીત જયારે અન્ય બે પક્ષના એક એક સભ્ય જીત્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande