જૂનાગઢ, 25 જૂન (હિ.સ.) જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૧/૦૭/૨૦૨૫ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો અરજી કરી શકશે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ નિદર્શન ઘટકોમાં સહાયનો લાભ લેવામાં મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ