ચોરીની ઘટના: આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાંથી 2.80 લાખની રોકડ ગાયબ
પાટણ, 25 જૂન (હિ.સ.)રાધનપુરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક આવેલી આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાં 23 જૂન 2025ના રોજ સવારે 9:15 વાગ્યે ચોરીની ઘટના બની. દુકાન માલિક અજીતભાઈ નાડોદાએ ચણાના વેચાણમાંથી મળેલા 2 લાખ અને દુકાનના હિસાબના 80 હજાર રૂપીયાની રોકડ ભરેલી બેગ વ
ચોરીની ઘટના: આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાંથી 2.80 લાખની રોકડ ગાયબ


પાટણ, 25 જૂન (હિ.સ.)રાધનપુરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક આવેલી આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાં 23 જૂન 2025ના રોજ સવારે 9:15 વાગ્યે ચોરીની ઘટના બની. દુકાન માલિક અજીતભાઈ નાડોદાએ ચણાના વેચાણમાંથી મળેલા 2 લાખ અને દુકાનના હિસાબના 80 હજાર રૂપીયાની રોકડ ભરેલી બેગ વજનકાંટા પર રાખી હતી અને થોડા સમય માટે બાજુની મોબાઈલ રિપેરિંગની દુકાને ગયા હતા.

દુકાનમાં કાર્યરત કર્મચારી સચીનભાઈ એ સમય દરમિયાન સફાઈ કરી રહ્યા હતા. ત્યાંજ વજનકાંટો નીચે પડવાનો અવાજ સંભળાયો. તેમણે જોયું તો રોકડ ભરેલી બેગ ગાયબ હતી. તરતજ સચીનભાઈએ અજીતભાઈને જાણ કરી. થોડા સમયમાં અજીતભાઈના કુટુંબી પ્રવિણભાઈએ જાણ કરી કે મસાલી રોડ પર વિરનગર સોસાયટી પાસે એક બેગ મળી છે, જેમાં અજીતભાઈનું આધારકાર્ડ હતું.

અજીતભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે બેગ ખાલી હતી. છેલ્લાં આઠ વર્ષથી દુકાન ચલાવતા અજીતભાઈએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande