પૂરક પરીક્ષામાં ધોરણ 12 માં જીવવિજ્ઞાન વિષયમાં કુલ 174 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૫નો પ્રારંભ થયો છે. ધો.૧૦માં ગુજરાતી (S.L)-13 વિષયમાં કુલ 20 વિધ
પૂરક પરીક્ષામાં ધોરણ 12 માં જીવવિજ્ઞાન વિષયમાં કુલ 174 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી


મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૫નો પ્રારંભ થયો છે.

ધો.૧૦માં ગુજરાતી (S.L)-13 વિષયમાં કુલ 20 વિધ્યાર્થીઓ પૈકી કુલ 17 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ત્રણ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.

ધો.૧૨માં ગુજરાતી -001 માં કુલ 86 વિદ્યાર્થીઓ પૈકી 49 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 37 વિદ્યાર્થીઓની ગેર હાજરી નોંધાઈ હતી. અંગ્રેજી -013 વિષયમાં કુલ 411 વિદ્યાર્થીઓ પૈકી 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 79 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી -001 વિષયમાં કુલ એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જીવવિજ્ઞાન -056 વિષયમાં કુલ 255 વિદ્યાર્થીઓ પૈકી 174 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 81 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 150 અને અંગ્રેજી માધ્યમમાં 24 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એમ જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande