પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદર પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની ઝુબેશ શરૂ કરી હોય તેમજ લુંટના આરોપીને ઝડપી લીધો તેમજ કેશોદની એક ચોરીના બનાવામા સંડોવાયેલી એક મહિલાને પણ ઝડપી લીધી હતી.
કેશોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ચોરીના બનાવામા સંડોવાયેલી નરેડી ગામે રહેતી પ્રભાબેન વિપુલભાઈ ડાભી નામની મહિલા અમરદળ ગામે આવેલા જડેશ્વર મહાદેવના મંદિર પાસેના વિસ્તારમાં છે, તેવી બાતમી એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળતા પોલીસે તેમને ઝડપી લીધી હતી અને તેમનો કબ્જો કેશોદ પોલીસને સોપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya