સમી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં કટોકટી દિવસની ઉજવણી
પાટણ, 26 જૂન (હિ.સ.) સમી ખાતે આવેલી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કટોકટીના વિવિધ પ્રકારો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થીઓ ઝીનલ ઠાકોરે સામાન્ય કટોકટી, પૂજા ઠાકોરે સલામતી સંબં
સમી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં કટોકટી દિવસની  ઉજવણી


સમી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં કટોકટી દિવસની  ઉજવણી


પાટણ, 26 જૂન (હિ.સ.) સમી ખાતે આવેલી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કટોકટીના વિવિધ પ્રકારો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થીઓ ઝીનલ ઠાકોરે સામાન્ય કટોકટી, પૂજા ઠાકોરે સલામતી સંબંધિત કટોકટી, મેહુલ પરમારે બંધારણીય કટોકટી અને મુકેશ ઠાકોરે નાણાકીય કટોકટી વિષે પ્રવચન આપ્યું હતું.

શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢાએ કટોકટીની સ્થિતિમાં બંધારણની ભૂમિકા અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિખ્યાત કર્યો હતો. આ ઉપરાંત શાળાના આચાર્ય ભાવસંગજી ઠાકોરે માનવ અધિકારો વિષે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પણ શૈલેન્દ્રસિંહ સોઢાએ જ કર્યું હતું.

આ આયોજનમાં પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર સહિત અશ્વિનભાઈ કડીયા, વિપુલભાઈ પટેલ, શાહીલકુમાર વિરતીયા, બાલસંગજી ઠાકોર, કમલેશભાઈ પરમાર, અલ્પાબેન ચાવડા અને ભાવેશભાઈ પરમાર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande