પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા પત્તા પ્રેમીઓના રંગમાં ભંગ પાડવાનો સિલસિલો યથાવત છે. જેમાં ગત તા. 24/25 જૂનના રોજ રાત્રીના 1 વાગ્યાના અરસામાં જ્યુબેલીથી બોખીરા બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જ્યુબેલીથી બોખીરા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં અમુક ઈસમો પોલીસ સ્ટાફના અધિકારીઓને જોઈ આડા-અવડા થવા પોલીસે તેમની પાસે જઈ ચેકીંગ કરતા પત્તા તેમજ 11,700 ની રોકડ મળી આવી હતી. જેથી આ પાંચ ઈસમોનું નામ પૂછતાં કિશોર વેજાભાઈ ઓડેદરા, નાથા સુકાભાઈ બોખીરીયા, નિતેશ બાવલાભાઈ ચૌહાણ, રામ ભીખુભાઈ ચૌહાણ તેમજ અર્જુનબાબુભાઈ ચુડાસમા જણાવ્યું હતું.
પોરબંદર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પાંચે શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ મથકમાં જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya