પોરબંદર શહેરમાં અચાનક મેઘમહેર
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : રાજયમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર જીલ્લામા પણ આજ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જીલ્લાના અનેક વિસ્તારોમા વરસાદ પડયો હતો કુતિયાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડયો હતો જેને પગલે માર્ગો પર પાણી
પોરબંદર શહેરમાં અચાનક મેઘમહેર.


પોરબંદર શહેરમાં અચાનક મેઘમહેર.


પોરબંદર શહેરમાં અચાનક મેઘમહેર.


પોરબંદર, 26 જૂન (હિ.સ.) : રાજયમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર જીલ્લામા પણ આજ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જીલ્લાના અનેક વિસ્તારોમા વરસાદ પડયો હતો કુતિયાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડયો હતો જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પોરબંદર જિલ્લામા આજે સવારથી આભમા વાદળોની જમાવટ જોવા મળી હતી કુતિયાણા શહેરમા બપોરના 12:00થી 2:00 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડતા માત્ર બે કલાકમા બે ઇંચ વરસાદ પડી ગયો હતો જેને પગલે કુતિયાણા શહેર પાણી પાણી થઈ ગયુ હતુ.

પોરબંદર શહેરની વાત કરીએ તો અહિ પણ બપોરના બે વાગ્યા આસપાસ ધીમીધારે વરસાદ પડયો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બરડા પંથકના બખરલા, નાગકા સહિતના ગામોમા વરસાદ પડયો હતો જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીકાર્ય થયુ છે.ત્યાર બાદ વરસાદ થતાં ખેડુતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પોરબંદર સહિત જિલ્લામા છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો તેવા સમયે વરસાદ થતાં ગરમીથી હાલતો રાહત મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande