પાટણ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું
પાટણ, 26 જૂન (હિ.સ.)ગુરુવારે વહેલી સવારથી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે શરૂ થયેલો વરસાદ થોડા સમય પછી ધોધમાર થયો હતો. ખાસ કરીને સવારે 8થી 10 વાગ્યા વચ્ચે પડેલા પોણા બે ઇંચ વરસાદના કાર
પાટણ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું


પાટણ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું


પાટણ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું


પાટણ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું


પાટણ, 26 જૂન (હિ.સ.)ગુરુવારે વહેલી સવારથી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે શરૂ થયેલો વરસાદ થોડા સમય પછી ધોધમાર થયો હતો. ખાસ કરીને સવારે 8થી 10 વાગ્યા વચ્ચે પડેલા પોણા બે ઇંચ વરસાદના કારણે પાટણ શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. રેલવે નાળું, સુભાષ ચોક, પારેવા સર્કલ, કે.કે. ગર્લ્સ રોડ, કલાનગર, મીરા દરવાજા, બી.એમ. હાઈસ્કૂલ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.

શહેરના નેચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. બી.એમ. હાઈસ્કૂલ રોડ પર એક ખાડામાં પાણી ભરાતા બાઈકસવાર પડી ગયો હતો અને થોડી વારમાં એક ટ્રેક્ટર પણ તે જ ખાડામાં ફસાયું હતું. રાહદારોની સાવચેતતાથી લાકડાનું ડાળું મૂકી ખાડા જણાવવામાં આવ્યું. આ માર્ગ પર એક જૂનું પીપળાનું ઝાડ ધરાશાયી થયું હતું, જોકે કોઈ જાનહાની ન થઈ.

પાટણ તાલુકાના મોડોત્રી ગામે વીજળી પડતા ધનાવાડાના યુવાનનું મૃત્યુ થયું હતું. રૂની ગામે વીજળી પડતા 2 ભેંસોના મોત થયા હતા. પાટણની સિદ્ધરાજ નગર, રાજહંસ, યોગેશ્વર અને ચિત્રકૂટ નગર સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, અને લોકો પરેશાન બન્યા હતા. પ્રગતિ મેદાનમાં પણ પાણી ભરાતા મેળામાં અવરજવર અટકી પડી હતી.

શહેરના રેલવે નાળામાં પાણી ભરાતા લોકો જીવના જોખમે ઈગલના સહારે પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાક રસ્તાઓ નદીની જેમ વહેતા થયા હતા. વેરાઈ ચકલાથી તિરુપતિ બજાર માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. નગરપાલિકાને તાત્કાલિક પાણીના નિકાલ માટે રહીશોએ રજૂઆત કરી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande